Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાબેન માંથી થાઈલેન્ડની યુવતીઓ મસાજ પાર્લરમાં નોકરી કરતી પકડાય

  • June 14, 2019 

તાપીમિત્ર ન્યુઝ,બારડોલી:સુરત જિલ્લા એસઓજી ટીમને મળેલ બાતમીના આધારે થાઈલેન્ડથી ટુરિસ્ટ વિઝા પર આવેલી બે યુવતીઓને બારડોલીના બાબેન વિસ્તાર માંથી શોધી કાઢી હતી.બાબેન ગામે તળાવ સામે લેકવ્યુ પોઇન્ટમાં પહેલા માળે આવેલ થાઈ સ્પામાં તપાસ હાથ ધરતા થાઈલેન્ડથી ટુરિસ્ટ વિઝા પર આવેલી બે યુવતીઓ જીતરા કુમનોદબન અને ઓરાથાઈ થાનોમસુક મસાજ પાર્લરમાં નોકરી કરતી મળી આવી હતી.બંને પાસે વર્કિંગ વિઝા ન હોવા છતાં તે નોકરી કરતા જણાતા પોલીસે બંનેને નોટિસ આપી તેમની વિરુદ્ધ બારડોલી પોલીસ મથકે ધી ફોરેનર્સ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કર્યો હતો.જ્યારે મસાજ પાર્લરમાં નોકરી કરતા વિકી વિઠ્ઠલ બોર્ડે રહે,તડકેશ્વરનગર અલથાણ ભટાર રોડ-સુરત ની ધરપકડ કરી હતી.જ્યારે સંચાલક જીગ્નેશ સાવલિયાને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application