Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રિક્ષામાં બેસાડી મુસાફરોને લુંટનારા ત્રણ જણા ઝડપાયા

  • May 29, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સુરત,કડોદરા:કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે,એકલા પેસેન્જરોને રિક્ષામાં બેસાડી થોડા અંતરે લઈ જઈ લૂંટી લેતી ટોળકી એક રિક્ષામાં બેસી કડોદરા ચાર રસ્તા નજીક ચામુંડા હોટલની સામે બારડોલી તરફ જવાના રોડ ઉપરથી પસાર થનાર છે.જે બાતમીના આધારે પોલીસ જવાનોએ વોચ ગોઠવી હતી.તે દરમ્યાન બાતમી મુજબની એક રિક્ષા નંબર જીજે-૦૫-એક્સ.એક્સ-૬૭૩૮ આવતા તેને અટકાવી હતી અને રિક્ષામાં બેસેલ જાકીર (૧)મંજૂરભાઇ સૈયદ રહે,મીઠી ખાડી,કમરૂનગર ટેનામેન્ટ,લિંબાયત-સુરત શહેર,મૂળ રહે,જલગાવ,ગેંડાલાલ મીલવિસ્તાર નજીક ઝૂપડપટ્ટીમાં (૨)સબ્બીર ઉર્ફે કકડી ઈસ્માઈલ શેખ રહે,મીઠીખાડી,લિંબાયત સુરત શહેર (૩)ઐયુબખાન રસિદખાન પઠાણ રહે,મીઠીખાડી, લિંબાયત સુરત શહેર,મૂળ રહે,ધુલિયા-મહારાષ્ટ્ર નાઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા ૧૦,૭૫૦/-ત્રણ મોબાઈલ કિંમત રૂ.૩,૦૦૦/- તથા એક રિક્ષા કિંમત રૂ.૩૦,૦૦૦/-મળી કુલ રૂપિયા ૪૩,૭૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application