તાપીમિત્ર ન્યુઝ,સુરત:સુરતમાં ટયુશન કલાસીસમાં આગ લાગવાથી ૨૨ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે.આ ગંભીર ઘટનાના પગલે સરકાર ચોંકી ઉઠી છે.ત્વરીત પગલા માટે આદેશ પણ અપાયા છે.શહેરી વિકાસ વિભાગના અગ્રસચીવ મુકેશપુરીને તપાસ સોંપવામાં આવી છે.તેના અહેવાલને પગલે સરકાર આગળના પગલા ભરશે.હાલ ટયુશન કલાસીસ શરૂ કરવા માટે કોઇ નોંધણીની જોગવાઇ નથી.નજીકના ભવિષ્યમાં સરકાર ખાનગી કલાસીસો માટે નિતી-નિયમો ઘડે તેવા નિર્દેશ છે.સુરતની ગંભીર ઘટનાના પગલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તાત્કાલીક ત્યાં દોડી ગયેલ.મૃતક વિદ્યાર્થીઓના પરીવારો માટે ૪-૪ લાખની સહાય જાહેર કરી હતી.ઇજાગ્રસ્તો માટે તાત્કાલીક સારવારની વ્યવસ્થા કરાવી હતી.તમામ કલાસીસમાં ફાયર સેફટીના સાધનો ન વસાવાય ત્યાં સુધી કલાસીસ ચાલુ નહિ કરવા દેવા સરકારે તમામ જિલ્લા તંત્રને સુચના આપી છે.મહાનગરો અને નગરોમાં સ્થાનીક તંત્રની ટુકડીઓ તપાસ માટે લાગી ગઇ છે. આગ સામે સલામતી આપતી સુવિધા તેમજ કલાસીસમાં જવા-આવવાના રસ્તા બાંધકામની કાયદેસરતા વગેરે બાબતો તપાસવામાં આવશે.સરકારનો શહેરી વિકાસ,શિક્ષણ,ગૃહ વિગેરે વિભાગ દોડતા થઇ ગયા છે.સુરતની ઘટના બાદ કલાસીસ સંચાલકની ધરપકડ કરવામાં આવી છે.બિલ્ડર અને અન્ય એક વ્યકિતની ધરપકડના ચક્રો ગતિમાન થઇ ગયા છે.હાલ રાજયમાં મોટા ભાગના કલાસીસ મનસ્વી રીતે ચાલતા હોવાની ફરીયાદો છે.સલામતી સહીતની બાબતો અંગે સરકાર તમામ કલાસીસને કાયદાકિય નિયંત્રણ હેઠળ આવરી લેવા વિચારી રહયાનું જાણવા મળે છે. અગ્રસચિવના અહેવાલ બાદ સમગ્ર રાજયમાં અમલ થાય તે પ્રકારની નવી જોગવાઇઓની સંભાવના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application