સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પાકિસ્તાનીઓને ઘર ભેગા કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, આતંકવાદી હુમલા બાદ રાજ્યભરમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે સુરતનાં ગ્રામ્ય માંથી પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા કુલ ૧૩૦ શંકાસ્પદ બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે. તમામને સ્થાનીક પોલીસ સ્ટેશન ખાતે લાવી, તેઓની પુછપરછ કરી નાગરીકતા અંગે વેરીફીકેશન અંગેની કામગીરી ચાલુ કરી હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે.
આપને અહીં જણાવી દઈએ છીએ કે, શંકાસ્પદ બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે હાથ ધરવામાં આવેલ મેગા સર્ચ ઓપરેશનમાં સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી તથા એસઓજી તથા પેરોલ ફર્લો સ્ક્વોડ તથા સ્થાનીક પોલીસની તમામ ટીમો દ્વારા બારડોલી ટાઉન, બારડોલી રૂરલ, પલસાણા, કડોદરા, કામરેજ, કીમ, કોસંબા, માંડવી, ઓલપાડ તાલુકા વિસ્તારમા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરીકોને શોધી કાઢવા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બારડોલી ટાઉનમાંથી ૨૨, પલસાણામાંથી ૨૯, કડોદરામાંથી ૧૪, કામરેજમાંથી ૨૦, કીમમાંથી ૦૭, કોસંબામાંથી ૧૩, ઓલપાડમાંથી ૧૮ અને માંડવી માંથી ૦૭ મળી કુલ ૧૩૦ જેટલા શંકાસ્પદ ઇસમોને શોધી કાઢવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500