Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બેંગલુરુમાં 13 વર્ષીય રેસર કોપારામ શ્રેયસ હરીશનું મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે રેસિંગ ચેમ્પિયનશિપનાં ત્રીજા રાઉન્ડ દરમિયાન અકસ્માતનાં કારણે મોત નિપજ્યું

  • August 07, 2023 

બેંગલુરુ સ્થિત 13 વર્ષીય પ્રતિભાશાળી રેસર કોપારામ શ્રેયસ હરીશનું મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે ઈન્ડિયન નેશનલ મોટરસાઈકલ રેસિંગ ચેમ્પિયનશિપનાં ત્રીજા રાઉન્ડ દરમિયાન અકસ્માતનાં કારણે મોત નિપજ્યું છે. આ દુ:ખદ ઘટના બાદ આયોજકે મદ્રાસ મોટર સ્પોર્ટ્સ ક્લબે શનિવાર અને રવિવારની સ્પર્ધા રદ કરી દીધી છે. બેંગલોરની કેનાશ્રી સ્કૂલના વિદ્યાર્થી શ્રેયસનો જન્મ 26 જુલાઈ 2010નાં રોજ થયો હતો. શ્રેયસે શ્રેષ્ઠ રેસર તરીકે જાણીતો હતો. તેણે રાષ્ટ્રીય સ્તરે પણ ઘણી રેસ જીતી હતી. આ સિઝનમાં શ્રેયસ યુવા વર્ગની રેસમાં ભાગ લઈ રહ્યો હતો. શ્રેયસે શનિવારે જ રેસિંગ સ્પર્ધાની ક્વોલિફાઈનંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.



રેસિંગ સ્પર્ધા દરમિયાન એક વળાંકમાં તેની બાઈક અથડાતા શ્રેયસને માથામાં ગંભીર ઈજા થતા તેનું મોત નિપજ્યું છે. આ ઘટના બાદ તુરંત રેસિંગ અટકાવી દેવાયું છે અને શ્રેયસને નજીકમાં હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જોકે હોસ્પિટલ પહોંચતા જ તેનું મૃત્યુ નિપજ્યું છે. આ દરમિયાન તેના પિતા પણ તેની સાથે હતા. આ વર્ષે ભારતીય મોટરસ્પોર્ટમાં આ પ્રકારનો બીજો અકસ્માત છે. જાન્યુઆરીની શરૂઆતમાં મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે ઈન્ડિયન નેશનલ કાર રેસિંગ ચેમ્પિયનશિપ-2022નાં બીજા રાઉન્ડમાં અકસ્માત બાદ 59 વર્ષીય રેસર કેઈ કુમારનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application