Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજસ્થાનથી સુરત જઈ રહેલી લકઝરી બસ પલટી જતા 13 મુસાફરોને ઈજા

  • February 02, 2024 

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવી છે. ત્યારે ખેડાના કપડવંજ નડિયાદ રોડ પર અકસ્માત સર્જાયો છે. તોરણા પાટીયા પાસે રાજસ્થાનથી સુરત જઈ રહેલી લકઝરી બસ પલટી જતા આ ઘટના બની હતી. બસમાં સવાર 45 મુસાફર પૈકી 13 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને કપડવંજ અને કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા છે.

ઘટનાની જાણ થતા તાત્કાલિક કપડવંજ પ્રાંત અધિકારી, મામલતદાર, અને પોલીસ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો. બીજી તરફ આ અગાઉ અમદાવાદના થલતેજ અંડર પાસ નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી.થલતેજ અંડર પાસથી હેબતપુર ચાર રસ્તા તરફ જતા માર્ગ પર સોમવારે મોડી સાંજે એક કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલ 4થી વધુ કાર એક બીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application