તાપીમિત્ર ન્યુઝ,વલસાડ:વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ અને શાસકપક્ષના નેતાના ઘરે મોરચો માડી ભારે હોબાળો મચાવનાર વિપક્ષના પાંચ સભ્યએ પણ નેતા સામે પગલાં ભરવા માગ કરી છે.માજી મહિલા પ્રમુખ દ્વારા પાંચ સભ્ય સામે પોલિસ ફરિયાદ અને કલેકટરને પણ રજૂઆતો થતાં આ સભ્યોએ પણ માજી પ્રમુખ સામે એસપીને રાવ કરી છે.પાલિકાના આ સભ્યોએ એસપીને કરેલી રજૂઆતમાં પાલિકાના માજી પ્રમુખ અને શાસકપક્ષના નેતા સોનલબેન સોલંકી પદાધિકારી હોવાથી પ્રશ્નોની જવાબદારી કેમ સ્વીકારતા નથી તેવું જણાવ્યું હતું.પાલિકામાં તેઓ સ્ટેજ પર નેતા તરીકે બિરાજતા હોય ત્યારે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે.૨૦૧૬ માં પ્રમુખ હતા ત્યારે એક સરકારી કામમાં અવરોધ મુદ્દે કાર્યવાહી કરવા આ સભ્યોએ રજૂઆત કરી છે.કોમી એકતા બગડવાની ભીતિ મુદ્દે સભ્યોએ પોલીસને ધ્યાન આપવાની રજૂઆત કરી હતી.નોંધનીય છે કે,૨૯મી એપ્રિલે પાલિકાના પાંચ સભ્યોએ ટોળા સાથે પાણીના મુદ્દે માજી પ્રમુખના ઘરે હોબાળો મચાવ્યા બાદ તેમના વિરૂધ્ધ પોલિસ ફરિયાદ અને કલેકટરને થયેલી રજૂઆતના પગલે પાંચ સભ્યએ પણ તેમની સામે મુદ્દો ઉઠાવી કાર્યવાહી કરવા એસપીને રજૂઆત કરી હતી.વલસાડ નગરપાલિકામાં હાલ પીવાના પાણીના મુદ્દે સભ્યો સભ્યો વચ્ચે ધમાસાણ મચી ગયું છે.જેને લઇને રાજકીય માહોલ પણ ગરમાયેલો જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application