Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચંદનના ઝાડ કાપી તસ્કરો ફરાર:સ્થાનિક જાણ ભેદુ હોવાની શંકા,પોલીસ તપાસ શરૂ

  • April 25, 2019 

ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નાંદોદ તાલુકાના પોઇચા અને નરખડી હનુમંતેશ્વર મંદિરના ચોકમાં આવેલ ૨૫ વર્ષ જૂનું ચંદનનું ઝાડ કોઈ અજાણ્યા ઇસમોએ રાત્રીના સમયે કાપી લઇ જતા એકજ રાતમાં બે ઝાડની ચોરી થવા પામી છે આ બાબતે મંદિરના મહંતે રાજપપીળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લામાં છેલ્લા છ મહિનામાં એક ડઝન થી વધુ ચંદનના ઝાડ કાપી તસ્કરો લઇ ગયા,આમ તસ્કરો રેકી કરી ચંદનના ઝાડ પરિપકવ બન્યા બાદ ઝાડને રાત્રીના સમયે કાપી જેને ઉંચી કિંમતે વેચી રહ્યા છે,ઝાડ કાપી ચોરી કરી લઇ જવું બહુ મોટો ગુનો નથી કદાચ એટલે એક શક્રિય ગેંગ ચંદનના ઝાડો નિશાન બનાવી રહી છે,અગાઉ રાજેન્દ્ર નગર સોસાયટી,લક્ષ્મીનારાયણ મંદિર, વિશ્વકર્મા મંદિર પાસે તેમજ  વન વિભાગની કચેરીના કેમ્પસ માંથી એક સાથે આઠ જેટલા ચંદન ના ઝાડ મળી કુલ ૧૬ જેટલા ઝાડ કાપી ચુક્યા છે અને ગત રાત્રીના પોઇચા ખાતે એક વાડામાં ચંદનનું ઝાડ હતું એ અને નરખડી હનુમંતેશ્વર મંદિરના કમાઉન્ડમાં ૨૫ વર્ષ જૂનું ચંદનનું ઝાડ હતું જે એકદમ પરિપક્વ બની ગયું હતું,તેને ઇલેક્ટ્રિક સાધન વડે થડમાં થી કાપી ગણતરીની મિનિટોમાં કાપીને લઇ ગયા.આમ આ બાબતે નર્મદા પોલીસે આ ચંદન ચોરોને પકડવા જરૂર કઈ કરવું જોઈએ નહીતો જિલ્લામાં રહેલા બાકીના ચંદન ના ઝાડો પણ કપાઈ જશે એમ લાગી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application