તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:નંબર પ્લેટ વિનાની મોટર સાયકલ લઈને ફરતા બે જણાને તાપી જીલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તાપી જીલ્લા પોલીસ વડા એન.એન.ચૌધરી નાઓની સુચનાના આધારે પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઈ ડી.એસ.લાડ તથા હેડકોન્સ્ટેબલ ગણપતસિંહ રૂપસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઇ રામચંદ્ર,તેજશ તુલસીરાવ,સુનિલભાઈ ખુશાલભાઈ નાઓ વ્યારા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગીરાહે મળેલ બાતમીના આધારે વ્યારા વ્હીલોસીટી શોરૂમની સામે,ઉનાઈ નાકાથી જનક હોસ્પિટલ તરફ જતા રોડ ઉપર બે ઈસમો શંકાસ્પદ હાલતમાં એક મોટર સાયકલ હિરો સ્પેન્ડર પ્રો નંબર પ્લેટ વગરની લઈને ઉભેલા હતા.જેમને ઝડપી પાડી ગાડીના કાગળોની માંગણી કરતાં તેઓએ પોતાની પાસે નહી હોવાનુ જણાવેલ છે.હિરો સ્પેન્ડર પ્રો નંબર પ્લેટ વગરની સિલ્વર ભુરા પટ્ટાવાળી જેના ચેચીસ નંબર MBLHA10ASDHD05771 તથા એન્જીન નંબર HA10ELDHD07166 હોય,અને મોટર સાયકલના માલિકની પુછ-પરછ કરતાં ગલ્લા-તલ્લા કરી ઉડાઉ જવાબ આપતા હોય પોલીસમાં તપાસમાં સંતોષ કારક જવાબ નહી આપી શકતા મોટર સાયકલ તેઓએ ચોરી અથવા છળ-કપટ થી મેળવેલ હોવાનુ શંકાસ્પદ જણાઇ આવતાં (1)પ્રકાશ ઉર્ફે શંકર સીતારામદાસ વૈષ્ણવ (ઉં.વ.23)મૂળ રહે.માલજીકાગુડા,ડાલાકાખેડા,તા.ડેગુડ થાના-દીવેર જી.રાજસમંદ (રાજસ્થાન) હાલ રહે,વ્યારા,શંકર ફળીયુ, તા.વ્યારા જી.તાપીનો હોવાનું જણાવે છે.તથા તેની પાછળ બેસેલ ઈસમનું નામઠામ પુછતા પોતાનું નામ (2)રમેશ સોગાજી જાટ (ઉં.વ.36)ઘીલુણ,તા.રેલમંગરા થાના-રેલમંગરા જી.રાજસમંદ (રાજસ્થાન) હાલ રહે.કડોદરા,નિલમ હોટલની પાછળ,શાંતિનગર સોસાયટી, તા.પલસાણા જી.સુરતનો બંને જણા ની અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500