Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

23-બારડોલી સંસદીય મતવિસ્તારમાં,લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ફરજ બજાવવાના છે એવા અધિકારી/કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા વ્યવસ્થા કરાઈ  

  • April 13, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:૨૩-બારડોલી સંસદીય મતવિસ્તારમાં મતદાર તરીકે નોંધાયેલા તથા તાપી જિલ્લાના પોલીસ કર્મચારીઓ અને પોલીંગ સ્ટાફ કે જેઓ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ફરજ બજાવવાના છે એવા અધિકારી/કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા નીચે મુજબના સ્થળ,તારીખ અને સમયે મતદાન સુવિધા કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી છે.૨૩-બારડોલી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ઠ ૧૫૬-માંગરોળ,૧૫૭-માંડવી,૧૫૮-કામરેજ,૧૬૯-બારડોલી અને ૧૭૦-મહુવા વિધાનસભા મતવિસ્તારના પોલીસ કર્મચારીઓ માટે તા.૧૩/૦૪/૨૦૧૯ના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી સાંજે ૦૬:૦૦ કલાક દરમિયાન ઘલુડી પોલીસ હેડક્વાર્ટરર્સ, સુરત ગ્રામ્ય, તા. કામરેજ જિ.સુરત ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે.જયારે તા.૧૫/૦૪/૨૦૧૯ના રોજ ૧૭૧-વ્યારા વિધાનસભા મતવિસ્તાર પોલીસ કર્મચારીઓ માટે મીટીંગ હોલ, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, તાપી-વ્યારા ખાતે તથા નિઝર વિધાનસભા મતવિસ્તાર માટે આર્ટસ્ એન્ડ કોમર્સ કોલેજ, સોનગઢ જિ.તાપી અને મીટીંગ હોલ,મામલતદાર કચેરી, નિઝર જિ. તાપી ખાતે સવારે ૦૯:૦૦ થી સાંજે ૦૬:૦૦ કલાક દરમિયાન પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવશે.આ ઉપરાંત ૨૩-બારડોલી સંસદીય મતવિભાગના પોલીંગ સ્ટાફ માટે ટપાલ મતપત્રથી મતદાન કરવા માટે ૧૫૬-માંગરોળ વિધાનસભાના પોલીંગ સ્ટાફ માટે તા. ૧૪/૦૪/૨૦૧૯ના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી સાંજે ૦૬:૦૦ કલાક દરમિયાન સરકારી વિનયન અને વાણિજય કોલેજ, વાંકલ, ૧૫૭ માંડવી વિધાનસભાના પોલીંગ સ્ટાફ માટે તા. ૧૪/૦૪/૨૦૧૯ના રોજ સવારે ૧૧:૦૦ થી સાંજે ૦૬:૦૦ કલાક દરમિયાન માંડવી હાઇસ્કૂલ ખાતે ટપાલ મતપત્રથી મતદાન કરવામાં આવશે.૧૫૮-કામરેજ વિધાનસભા મતવિસ્તારના પોલીંગ સ્ટાફ માટે તા. ૧૪મી,એપ્રિલે સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ અને તા. ૧૫મી, એપ્રિલે બપોરે ૦૨:૦૦થી સાંજે ૦૫:૦૦ કલાક દરમિયાન રામકબીર પ્રાથમિક શાળા હોલ, ખોલવડ, કામરેજ ચાર રસ્તા, તા. કામરેજ, ૧૬૯-બારડોલી વિધાનસભાના પોલીંગ સ્ટાફ માટે તા. ૧૬મી અને ૧૭મી, એપ્રિલે સવારે ૦૯:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક દરમિયાન ગંગાધરા હાઇસ્કૂલ,ગંગાધરા તા.પલસાણાખાતે,૧૭૦-મહુવા વિધાનસભા મતવિભાગના પોલીંગ સ્ટાફ માટે તા.૧૪/૦૪/૨૦૧૯ના સવારે ૦૮:૩૦ કલાકથી  ૧૨:૩૦ અને બપોરે ૨:૦૩ થી ૦૬:૦૦ કલાક દરમિયાન સરકારી વિનયન અને વાણિજય કોલેજ, કાછલ તા. મહુવા ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવશે. ૧૭૧-વ્યારા વિધાનસભાના પોલીંગ સ્ટાફ માટે તા.૧૭/૦૪/૨૦૧૯ના રોજ સવારે ૦૯:૦૦ કલાકથી સાંજે ૦૬:૦૦ કલાક દરમિયાન ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી  ઓડિટોરિયમ હોલ, વ્યારા જિ. તાપી અને ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારના પોલીંગ સ્ટાફ માટે તા. ૧૭/૦૪/૨૦૧૯ના રોજ સવારે ૦૯:૩૦ કલાકથી સાંજે ૦૬:૦૦ કલાક દરમિયાન સરકારી વિનયન અને વાણિજય કોલેજ,સોનગઢ જિ.તાપી ખાતે મતપત્ર મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું નૉડલ ઓફિસર પોસ્ટલ બેલેટ અને જિલ્લા પુરવઠા અધિકારી શ્રીમતી નૈતિકા પટેલ દ્વારા જણાવાયું છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application