તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના જિલ્લા કક્ષાના શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂત ભાઇ-બહેનોને સંબોધતા રાજયકક્ષાના સહકાર,રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે,રાજય સરકાર દ્વારા યોજવામાં આવતા કૃષિ મહોત્સવના કાર્યક્રમો થકી ખેડૂતોમાં જાગૃતિ આવવાને કારણે ગુજરાતના કૃષિક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું હોવાનું જણાવી તેમણે ગુજરાતના ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી વિદેશી ફુલોની ખેતી તરફ વળ્યા છે એમ જણાવી તેમણે આર્થિક રીતે સદ્ધર થવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી નફાકારક ખેતી કરવી પડશે એમ વધુમાં ઉમેર્યું હતું. વધુમાં તેમણે કેન્દ્ર સરકાર દ્વાર તાજેતરમાં અમલમાં મુકવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંગે વિગતે વાત કરી બે હેકટર સુધી ખેતીલાયક જમીન ધરાવતા દેશના ખેડૂતોને ત્રણ હપ્તામાં સરકાર રૂપિયા છ હજારની સહાય આપશે એમ જણાવ્યું હતું.રમત ગમત વિભાગ દ્વારા દર વર્ષે આયોજીત થતા ખેલમહાકુંભ કાર્યક્રમ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, રાજયમાં યોજાતા ખેલમહાકુંભ જેવા કાર્યક્રમોથી રાજયના યુવાનો હવે રાષ્ટ્રીય સ્તરે નહિં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દેશનું પ્રતિનિધિત્વ કરતા થયા છે એમ જણાવી તેમણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત એથ્લીટ સરિતા ગાયકવાડ અને અન્ય ખેલાડીઓના ઉહાદરણો આપ્યા હતા.
કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાએ લોકકલ્યાણલક્ષી અનેકવિધ યોજનાઓની જાણકારી આપી રાજય અને કેન્દ્ર સરકારના સહિયારા પ્રયાસોથી આદિવાસી વિસ્તારનો ખૂબ સારો વિકાસ થવાથી આ વિસ્તારની કાયાપલટ થઇ રહી છે એમ જણાવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન મંત્રી અને અન્ય મહાનુભાવોએ પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમ અને ગોરખપુર ખાતે યોજાયેલા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના દેશવ્યાપી શુભારંભ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું.કાર્યક્રમ દરમિયાન કૃષિવિજ્ઞાન કેન્દ્ર વ્યારા દ્વારા આયોજીત ઓર્ગેનિક ફાર્મિંગ અને મશરૂમ ફાર્મિંગની તાલીમમાં તાલીમ પામેલા તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.મંત્રી પટેલ અને જિલ્લા કલેકટર આર.એસ.નિનામા સહિત અન્ય મહાનુભાવોએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના મશરૂમ ઉછેર કેન્દ્રની મુલાકાત લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application