તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સ્ટોન કવોરી સંચાલકોની ઘોર બેદરકારીના કારણે એક મજુર યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે,મજુર યુવક કોઇપણ પ્રકારની સેફટીના સાધનો વિના બ્લાસ્ટ કરવાના ટોટા હોલમાં ભરતો હતો તે દરમિયાન ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે,ઘટનાની જાણ પોલીસને થતા સ્થળ પર પહોચી તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના સોનગઢના સોનારપાડા ગામની સીમમાં આવેલ મહાકાળી સ્ટોન કવોરીમાં આજરોજ રવિવારની રજા હોવાછતાં એક 35 વર્ષીય આદિવાસી મજુર યુવક પાસે બ્લાસ્ટ કરવાના ટોટા હોલમાં ભરાવવામાં આવી રહ્યા હતા,તે પણ કોઇપણ પ્રકારની સેફટીના સાધનો વિના,સવારે આશરે 10:00 કલાકના અરસામાં બનેલી ઘટનાને લઇ પંથકમાં ચકચાર મચી જવા પામી છે,બનાવ અંગે મોતને ભેટેલા યુવકના પિતા રતીલાલભાઈ ભંગ્યાભાઈ ગામીત રહે,કીકાકુઈ ગામ,દક્ષિણી ફળિયું,સોનગઢ નાઓએ પોલીસને જાણ કરી હતી જેના આધારે,મહાકાળી સ્ટોન કવોરીની ખાણમાં કામે ગયેલા પુત્ર સુરેન્દ્રભાઈ રતીલાલભાઈ ગામીત (ઉ.વ.આશરે 35) નાઓ પથ્થર બ્લાસ્ટ કરવાના ટોટા હોલમાં ભરતો હતો તે વેળાએ અચાનક સુરેન્દ્રભાઈ ગામીત નો પગ લપસી જતા આશરે 100 ફૂટ ઊંડી ખાણમાં પડી ગયો હતો,જેના કારણે તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું,બનાવ અંગે ઘટના સ્થળ પર પહોચેલી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી,આગળની વધુ તપાસ હેડકોન્સટેબલ સતીશભાઈ નાનસિંગભાઈ કરી રહ્યા છે,અત્રેઉલ્લેખ્નીય છેકે,સોનગઢ વિસ્તારમાં ચાલતી મોટેભાગની સ્ટોન કવોરીઓમાં કામ કરતા મજૂરોને સેફટીના સાધનો આપવામાં આવતા જ નથી,જેના કારણે અનેક લોકોને ઈજાઓ પણ પહોચતી હોય છે અને ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે,ત્યારે સંબંધીત વિભાગના અધિકારીઓ સ્ટોન કવોરીમાં સ્થળ તપાસ કરી કસુરવારો સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરે તે જરૂરી બન્યું છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500