Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા-માંડવી માર્ગ પર અકસ્માત:લીમડદા ગામના યુવકનું ઘટના સ્થળ પર મોત:ટ્રેલર ચાલક ફરાર

  • January 13, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા-માંડવી માર્ગ પર અકસ્માત થવાના બનાવો એક પછી એક વધી રહ્યા છે,વ્યારા તાલુકાના ઊંચામાળા ગામના ડુંગરી ફળિયા પાસેથી પસાર થતો હાઇવે માર્ગ પર તા.12મી જાન્યુઆરી નારોજ પુરપાટ ઝડપે દોડતુ ટ્રેલર નંબર એમપી-04-એચઈ-3900 ના ચાલકે પોતાનું ક્બ્જાનું વાહન ગફલત ભરી રીતે હંકારી લાવી કોઇપણ પ્રકારની સિગ્નલ લાઈટ કે પછી ઇસારો કર્યા વિના પોતાનું ટ્રેલરને અચાનક બ્રેક મારી રોડની વચ્ચો-વચ્ચ ઉભી રાખી દેતા,પાછળથી આવતી મોટર સાયકલ નંબર જીજે-26-ક્યુ-2641 ટ્રેલરના પાછળના ભાગે અથડાઈ હતી જેના કારણે મોટર સાયકલ ઉપર સવાર રોનિતભાઈ સાકાભાઈ ચૌધરી (ઉ.વ.20)રહે,લીમડદા ગામ,ગોડાઉન ફળિયું-વ્યારા ને કપાળને ભાગે,છાતીના ભાગે તેમજ ડાબા હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું,અકસ્માત થતા ની સાથે ટ્રેલર ચાલક ટ્રેલર ઘટના સ્થળ મૂકી ફરાર થઇ ગયો હતો,બનાવ અંગે સાકાભાઈ નગીનભાઈ ચૌધરી રહે,લીમડદા ગામ,ગોડાઉન ફળિયું-વ્યારા નાઓએ કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ કરી હતી જેમની ફરિયાદને આધારે ટ્રેલર ચાલક સામે ગુન્હો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ કાકરાપાર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.બી.પટેલિયા કરી રહ્યા છે, high light- ટ્રેલર એકાએક રોડની વચ્ચે ઉભુ કરી દેતા અકસ્માત સર્જાયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application