Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાથ, સહકાર અને સેવાના ૧૦૦ દિવસ : વલસાડ જિલ્લામાં ૮૮ ખેડૂતોને ટ્રેકટર સહાય યોજનાનો લાભ મળ્યો

  • April 03, 2023 

ટ્રેકટર સહાય યોજનાએ ખેડૂતો માટે આર્થિક સમૃધ્ધિના દ્વાર ખોલ્યા, ઝડપી ખેતી બની હવે શક્ય ખાસ અહેવાલઃ જિજ્ઞેશ સોલંકી જગતના તાત ખેડૂતોને આર્થિક અને સામાજિક રીતે સમૃધ્ધ બનાવવા માટે રાજ્ય સરકારે ખેતી ક્ષેત્રે અવનવી પધ્ધતિઓ અને નવતર યોજનાઓ અમલમાં મુકી દેશ અને દુનિયાને નવી રાહ ચીંધી છે. ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતો આર્થિક રીતે સધ્ધર ન હોવાથી તેઓ અદ્યતન સાધનો ખરીદી આધુનિક ખેતી કરી સમૃધ્ધ બની શકે તે માટે ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ટ્રેકટરની ખરીદી પર સહાયની યોજનાનું અમલીકરણ થઈ રહ્યું છે. શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે સાથ, સહકાર અને સેવાના ૧૦૦ દિવસ દરમિયાન ખેડૂતોને વિશેષ પ્રાધાન્ય આપતા વલસાડ જિલ્લા ખેતીવાડી કચેરીએ જિલ્લામાં ૫૬ ખેડૂતોને ટ્રેકટર સહાય યોજનાનો લાભ આપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો.






પરંતુ તેની સામે ૮૮ ખેડૂતોને યોજનાનો લાભ આપી ૧૫૭.૧૪ ટકાનો લક્ષ્યાંક સિધ્ધ કર્યો છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેવેલા સપનાને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ખાતર, સિંચાઈ, પાક વીમા યોજના, વૈજ્ઞાનિક ઢબે ખેત પધ્ધતિ અને ધિરાણ સહિતના લેવાયેલા અનેક પગલા ખેડૂતોને બહુવિધ રીતે મદદરૂપ બન્યા છે. ખેડૂતો પરંપરાગત રીતે હળથી ખેતી કરતા હતા જેમાં સમય પણ ઘણો જતો હતો પરંતુ હવે ખેડૂતો ઝડપી ખેતી કરી શકે તે માટે ટ્રેકટર સહાય યોજનાને સરકારના માત્ર ૧૦૦ જ દિવસમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.






વલસાડ જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા જિલ્લામાં ૫૬ ખેડૂતોને આ યોજના હેઠળ ટ્રેકટર ખરીદી માટે રૂ. ૨૮ લાખની સહાય આપવાનો લક્ષ્યાંક હતો. આ લક્ષ્યાંક તો ૧૦૦ ટકા સિધ્ધ કરી જ લેવાયો પણ ત્યારબાદ વધુ ૩૨ ખેડૂતોને પણ આ યોજના હેઠળ સમાવી લેવાતા કુલ ૮૮ ખેડૂતોને રૂ.૪૫ લાખની સહાય આગામી દિવસોમાં ચૂકવાશે. ખેડૂતોની સંખ્યાની દ્રષ્ટિએ ૧૫૭.૧૪ ટકા જ્યારે નાણાકીય સહાયની દ્રષ્ટિએ ૧૬૦.૭૧ ટકાનો લક્ષ્યાંક હાંસલ કરવામાં સફળતા મળી છે. સાથે ખેડૂતોને પણ સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ મળતા તેઓએ આધુનિક ખેતીના યુગમાં ડગ માંડ્યા છે.






બોક્ષ મેટર ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે આ યોજના આશીર્વાદરૂપ વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે, ગુજરાત સરકારની ટ્રેકટર સહાય યોજના ખેડૂતો માટે આધુનિકરણ તરફ મોટુ કદમ ગણાય છે. જે ખેડૂતોના આર્થિક સ્થિતિ નબળી છે તેઓ માટે આ યોજના આશીર્વાદરૂપ બની છે. ટ્રેકટરના ઉપયોગથી ઝડપી ખેતી થશે અને ઉત્પાદન પણ સારુ મળશે. આ સિવાય બાકીના દિવસોમાં ભાડે આપીને જે પણ રકમ મળે તેનાથી આર્થિક રીતે પણ સમૃધ્ધ બનશે. આ યોજના હેઠળ રૂ.૪૫ હજારથી રૂ. ૬૦ હજાર સુધીની સહાય ખેડૂતોને મળે છે. પહેલા લોકો પાસે ભાડેથી ટ્રેકટર માંગવુ પડતુ હતું કપરાડા તાલુકાના ઓઝર ગામના લાભાર્થી પ્રવિણભાઈ ધાકલભાઈ ભસરાએ જણાવ્યું કે, મારી પાસે સાડા ચાર એકર જમીન છે.






જેમાં કલમના ઝાડ અને આંતર પાક તરીકે ડાંગર અને શાકભાજીની ખેતી કરુ છું. પહેલા ટ્રેકટર ન હોવાથી ખેતર ખેડવાની તકલીફ પડતી હતી. કોઈ પાસે ભાડેથી ટ્રેકટર લાવવું પડતુ હતુ. તે પણ ટ્રેકટરના માલિકની અનૂકૂળતાએ મળતુ હતું. પરંતુ હવે સરકારની મદદથી ટ્રેકટર ખરીદતા હવે અમારી અનુકૂળતાએ ખેતી કરીએ છે. વર્ષ દરમિયાન અલગ અલગ પાક કરતા હોવાથી હવે ખેતીમાં સરળતા પડી રહી છે. બોક્ષ મેટર પહેલા હળથી ખેતી કરતા હતા, ટ્રેકટર ખરીદતા રાહત થઈ ધરમપુરના આંબાતલાટ ગામના ખેડૂત લાભાર્થી ઈકિયાભાઈ રૂપજીભાઈ પવારે જણાવ્યું કે, મારી પાસે ૬ એકર જમીન છે. જેમાં ડાંગર, તુવેર અને અડદની ખેતી કરીએ છે.






પહેલા બળદથી હળ ચલાવી ખેતી કરતા હતા. જેમાં સમય ઘણો નીકળી જતો અને મુશ્કેલી વધુ પડતી હતી પરંતુ હવે ટ્રેકટર ખરીદતા ખેતર ખેડવાથી માંડીને પાક તેમજ ખાતર લાવવા લઈ જવામાં સરળતા પડી છે. જુનુ ટ્રેકટર હોવાથી ખર્ચો વધુ થતો, જેમાંથી હવે મુક્તિ મળી ધરમપુરના તુંબી ગામના અન્ય એક લાભાર્થી ધર્મેશ રામજીભાઈ ભોયાએ કહ્યું કે, મારી ૩ એકર જમીન છે. જેમાં કેરીની કલમ અને ભીડાંની ખેતી કરુ છું. પહેલા મારી પાસે જુનુ ટ્રેકટર હતુ જે વારંવાર બગડતુ હોવાથી ખર્ચો વધુ થતો હતો. જેના કારણે ખેતરમાં મુશ્કેલી પડતી હતી. સરકારની સહાયથી નવુ ટ્રેકટર ખરીદતા હવે તમામ મુશ્કેલીનો અંત આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application