ઉત્તર પ્રદેશનાં પીલીભીત ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી પ્રમાણે, હરિદ્વારથી ખોલા જઈ રહેલી પીકઅપ વૃક્ષ સાથે અથડાઈ હતી જેમાં 10 લોકોનાં મોત થઈ ગયા છે. જયારે જિલ્લા અધિકારી ઘટના સ્થળ પર પહોંચ્યા છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડ્રાઈવરને ઝોકો આવી જવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. પીલીભીતનાં ગજરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક તેજ રફ્તાર પીકઅપ ઝાડ સાથે અથડાઈ હતી.
જયારે આ અકસ્માત સવારે 4:00 વાગ્યાની આસપાસ થયો હતો. પીકઅપ ઝાડ સાથે અથડાયા બાદ પલટી મારી ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે ડ્રાઈવરને ઝોકો આવી ગયો હતો જેના કારણે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 10 લોકોનાં ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા અને 6 લોકો ઘાયલ થયા છે. તેમાંથી 2 લોકોની હાલત ગંભીર છે. આ અકસ્માતનો શિકાર બનેલા મોટા ભાગના લોકો લખમીપુર જિલ્લાના રહેવાસી હતા જેઓ હરિદ્વારથી સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા.
યોગી આદિત્યનાથે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, પીલીભીતમાં માર્ગ અકસ્માતમાં થયેલા લોકોના મૃત્યુ ખૂબજ દુ:ખદ છે. રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવા અને ઘાયલોને સારવાર આપવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ભગવાન શ્રી રામ દિવંગત આત્માઓને શાંતિ આપે અને ઘાયલોને ઝડપથી સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે તેવી પ્રાર્થના.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500