સૌથી ધનવાન વ્યક્તિ ઈલોન મસ્કનું માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ 'X' ફરી એકવાર વિશ્વભરમાં ડાઉન થયું હતું. જયારે સોમવારે ત્રણ વખત છે 'X' ઠપ થયું હતું. જેના કારણે યુઝર્સ લોગ ઈન કરી શકતા નથી. ઘણાં યૂઝર્સ ડાઉન ડિટેક્ટર વેબસાઇટ પર ફરિયાદો નોંધાવી હતી. ઈલોન મસ્કે દાવો કર્યો હતો કે, 'સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સાયબર હુમલો યુક્રેન ક્ષેત્રમાંથી થયો હતો. આનાથી સેવાઓમાં વિક્ષેપ પડ્યો અને સાયબર સુરક્ષા જોખમો અંગે ચિંતાઓ વધી. અમને બરાબર ખબર નથી કે, શું થયું, પરંતુ યુક્રેન ક્ષેત્રમાંથી ઉદ્ભવતા IP એડ્રેસ સાથે 'X' સિસ્ટમોને નીચે લાવવા માટે
એક મોટો સાયબર હુમલો થયો હતો.' અહેવાલો અનુસાર, 'સોમવારે બપોરે 3:30 વાગ્યે 'X' ડાઉન થયું હતું. પછી સાંજે 7 વાગ્યે લોકોને લોગ ઈન કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ત્રીજી વખત, X રાત્રે 8:44 વાગ્યે ફરીથી ડાઉન થયું હતું. વિવિધ સ્થળોએ લોકોને એપ અને સાઈટ પર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. વિશ્વભરના ઘણાં દેશોમાં યુઝર્સ X વિશે ફરિયાદ કરી રહ્યા છે.' યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ભારત સહિત ઘણાં દેશોએ અન્ય સોશિયલ મીડિયા સાઇટ્સ પર આ અંગે ફરિયાદ કરી. વૈશ્વિક સ્તરે 40,000થી વધુ યુઝર્સે સેવામાં વિક્ષેપની ફરિયાદ કરી છે. 56 ટકા યુઝર્સ એપ્લિકેશનમાં જ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જ્યારે 33 ટકા યુઝર્સ વેબસાઇટમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. બીજા ૧૧ ટકા યુઝર્સ સર્વર કનેક્શનમાં સમસ્યાની જાણ કરી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500