મૂળ ઉત્તરપ્રદેશ રાજ્યના કાનપુર જિલ્લાનો વતની અખિલ વેદપ્રકાશ અગ્નિહોત્રી (ઉ.વ.૨૦) હાલમાં દેલાડ ગામની સીમમાં યોગી એસ્ટેટમાં આવેલા માધવ એન્ટરપ્રાઈઝ નામની ફેક્ટરીના ધાબા ઉપર બનાવેલા રૂમમાં રહી ત્યાં મજૂરી કામ કરતો હતો. જોકે ગત તારીખ ૧૩નાં રોજ સાંજે ૪:૪૫ કલાકે અખિલ તેની રૂમમાં પંખા સાથે કાપડ વડે ગળે ફાંસો ખાધેલી મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ બાબતે સુરત શહેરનાં કતારગામ વિસ્તારમાં લૂમ્સ મશીન ચલાવતા મૂળ ઓરિસ્સા રાજ્યના કૈલાશચંદ્ર શ્યામ નાહકે સાયણ આઉટ પોલીસચોકીમાં જાણ કરી હતી. પોલીસે લાશનો કબજો લઈ સાયણ ખાતેના સરકારી દવાખાનામાં લાશનું પીએમ કરાવ્યું હતું. ઘટના અંગે પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application