ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં દોડીપાડા ગામના રહેવાસી સતીષભાઈ બાળુભાઈ ગાયકવાડ મોટરસાઈકલ લઈને સાપુતારા ખાતે નવોદય વિધાલયમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતા દીકરા આદિત્યને મળવા માટે નીકળ્યા હતાં.
દરમિયાન વઘઇથી સાપુતારાને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં શિવારીમાળ ગામ નજીક લેઉવા પાટીદાર આશ્રમ શાળા નજીકનાં વળાંકમાં આ મોટરસાઈકલ અચાનક સ્લીપ થઈ જતા ચાલક ફંગોળાઈને માર્ગમાં પટકાતા ઘટના સ્થળે તેનું મોત નીપજ્યુ હતું. આ બનાવની જાણ સાપુતારા પોલીસની ટીમને થતા ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાલમાં સાપુતારા પોલીસની ટીમે મૃતકની લાશનો કબજો મેળવી પી.એમ. અર્થે ખસેડી વધુ તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application