Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુબીરના ધુલદા ગામ યુવકનું અકસ્માત મોત નિપજ્યું

  • January 28, 2025 

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ધુલદા ગામના કારબારી ફળીયાના રહીશ અનાજુભાઈ ઈન્દુભાઈ લોખંડેનો દિકરો સતીષભાઈ અનાજુભાઈ લોખંડે (ઉ.વ.૧૯) તારીખ ૨૫ના રોજ તેમના મિત્ર આશિષભાઇ કપિલભાઈ ધુલુમ (રહે.ધુલદા) સાથે બાઈક લઈને વ્યારાના લખાલી ગામે આવેલ ઉત્તર બુનિયાદી આશ્રમશાળા ખાતે જવા નીકળેલા હતા. ત્યારબાદ ઘરે જતી વખતે બાઈક મિત્ર આશિષભાઇ હંકારતા હતા તે દરમિયાન ઝાંખરી ગામમાં ગેટ ફળિયાના વળાંકમાં આવતા અચાનક ટ્રકના ચાલકે બાઈકને અડફટે લેતા બાઈક પાછળ બેસેલા સતિષભાઈ રોડ ઉપર પટકાયા હતા અને ગંભીર ઈજા થતા સ્થળ ઉપર તેમનું મોત થયું હતું. મિત્ર આશિષભાઇને શરીરે ઓછીવત્તી ઈજા થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application