દહેગામમાં નાંદોલ રોડ ઉપર આવેલા કોમ્પ્લેક્ષનાં ત્રીજા માળે ધાબા ઉપર સૂઈ રહેલો યુવક રાત્રીનાં સુમારે નીચે પડતાં મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જયારે યુવકે આપઘાત કર્યો કે પછી કોઈએ ધાબા ઉપરથી ધક્કો માર્યો કે પછી ઊંઘમાં ચાલવાની જેવી બિમારીનાં કારણે યુવક પટકાયો જેવા અનેક થિયરી ઉપર પોલીસે તપાસહાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, નાંદોલ રોડ ઉપર આવેલ એમ.જી.અમીન કોમ્પલેક્ષનાં ત્રીજા માળનાં ધાબા ઉપર છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતો યુવક સુભાષ રતન કિશોરી (ઉ.વ.35) નિત્યક્રમ પ્રમાણે અન્ય સાથીદારો સાથે સૂઈ ગયો હતો.
તે દરમિયાન રાત્રે તેના સાથીદારો ત્રણ વાગ્યે જાગ્યા ત્યારે જોયું કે સુભાષ પોતાની પથારીમાં નહોતો આથી સાથીદારો નીચે ઉતર્યા હતા અને જોયું તો સુભાષ જમીન ઉપર પડયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. યુવકોએ પોલીસને જાણ કરતાં કાફલો દોડી આવ્યો હતો અને યુવકનાં મૃતદેહને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી હતી. યુવકનું કયા સંજોગોમાં મોત થયું તે જાણવા માટે પોલીસે તમામ થિયરીને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે. ઊંઘમાં ચાલવાની બિમારીના કારણે યુવકનો જીવ ગયો કે પછી આપઘાત કર્યો કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે એ તમામ થિયરી ઉપર પોલીસની તપાસ ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application