ગુજરાતના હાઇવે માર્ગો રક્તરંજિત બન્યા છે. દિવસે ને દિવસે અકસ્માતોની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ધાંગ્રધાના ચુલી તારંગા ધામ નજીક ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાઇ હતી. ટ્રક, આઇસર અને ટેન્કર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં એક યુવકે જીવ ગુમાવ્યો છે. જ્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, માહિતી અનુસાર ધ્રાંગધ્રા હાઇવે પર અવાર-નવાર અકસ્મતની ઘટના સર્જાતી હોય છે. ત્યારે આજે ધાંગ્રધાના ચુલી તારંગા ધામ નજીક ટ્રક, આઇસર અને ટેન્કર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાને લીધે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ સહિત 108 એમ્બુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહી તે માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતક યુવકની ડેડબોડીને પીએમ અર્થે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. આમ, પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500