કામરેજનાં દેરોદ ગામે બે બાઈક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના આ બનાવમાં બાઈક પર સવાર બે પૈકી એક યુવકનું ગંભીર ઈજાને પગલે ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, રાહુલભાઈ રૂખડભાઈ સોલંકી તેમની દીકરી માનસી સાથે પોતાના કબ્જાની બાઈક નંબર જીજે/૦૧/બીક્યુ/૨૯૨૫ લઈને દેરોદથી ડુંગરા રોડ ખોલેશ્વર જવાના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા.
તે દરમિયાન સામેથી પુરપાટ આવી રહેલા સ્પ્લેન્ડર બાઈક નંબર જીજે/૦૫/એમએલ/૧૪૧૯નાં ચાલકે પોતાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રાહુલભાઈની બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માત સર્જી બાઈક ચાલક ફરાર થઈ ગયો હતો અને અકસ્માતની ઘટનામાં રાહુલભાઈને શરીરના વિવિધ ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે તેમની દીકરી માનસીને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઘટના અંગે કામરેજ પોલીસે કસૂરવાર બાઈકચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application