કામરેજનાં ખોલવડ ગામે સૌરાષ્ટ્રવાસી યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટના બનતે કામરેજ પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ કરી હતી. મળતી માહિતી મુજબ, મૂળ જૂનાગઢનાં મોટીમળપરી ગામના વતની અને હાલ કામરેજનાં ખોલવડ ગામે ઓપેરા પ્રિન્સના ફ્લેટ નં.૨૦૪માં રહેતા ૪૦ વર્ષીય જિતેન્દ્રભાઇ ગાંડુભાઈ બોઘરા પોતાના ઉપરોક્ત સરનામે ઘરે પરિવાર સાથે રહેતા હતા. તે દરમિયાન જિતેન્દ્રભાઇએ ઘરે છત પર હીંચકા માટે લગાવવામાં આવેલા કડા પર દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. હાલ આ આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી. ઘટના અંગે કામરેજ પોલીસને જાણ કરવામાં આવતા હાલ પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application