સુરત જિલ્લાના માંગરોળના તરસાડી ખાતે શિવમ સોસાયટી લીવાપ્લાઝા એપાર્ટમેન્ટના ફ્લેટ નં-૨૦૨માં રહેતા ૨૬ વર્ષીય કેતનભાઈ કાંતિભાઈ પરમાર નોકરી કરતો હતો. તે પિતાને હું બજારમાં વાળ કપાવવા જાવ છું અને દસ મિનિટમાં પાછો આવી જઇશ જેવું જણાવી ઘરેથી નીકળ્યો હતો.
તે સમય વીત્યે ઘરે પરત નહીં ફરતા પિતાએ કેતનભાઈને ફોન કર્યો હતો. જોકે ફોન કોઈ અજાણ્યા વ્યક્તિએ ઉપાડયો હતો અને જણાવ્યું હતું કે, આ ફોન જેનો છે યુવક રાત્રે સાડા આઠેક વાગ્યે યુનિયન બેંકની સામે રોડ ઉપર જલારામ ચોકડી તરસાડી ખાતે કોઈક કારણસર પડી ગયો છે. લોકો તેને કોસંબાની આરફ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા છે. જેથી પરિવારજનો હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જયાં ફરજ પરના ડોક્ટરોએ કેતનભાઈને તપાસી મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે કોસંબા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application