મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ડોસવાડા ગામની સીમમાં સુરત-ધુલીયા રોડ ઊપર સુરતથી નવાપુર તરફ જતાં રોડ ઉપર ટ્રક ચાલકે પોતાના કબ્જાનું ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઈક ચાલકને અથડાવી અકસ્માત સર્જાયો હતો, જોકે આ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું જયારે બાઈક પાછળ બેસેલને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાનાં નાના વરાછા બજાર ફળિયામાં રહેતા પંકજભાઈ અશોકભાઈ શાહ નાઓ પોતાની કબ્જાની બાઈક નંબર GJ/05/TJ/8899ની લઈ તારીખ ૧૬/૦૪/૨૦૨૫ નાંરોજ ડોસવાડા ગામની સીમમાં સુરત-ધુલીયા રોડ ઊપર સુરતથી નવાપુર સાઈડે જતો હતો. તે સમયે ડોસવાડા ગામ પાસે પેટ્રોલ પંપ નજીક કોઈ અજાણ્યા ટ્રક ચાલકે રાત્રીનાં સમયે પોતાની ટ્રક પેટ્રોલપંપમાંથી બહાર કાઢતી વખતે બેફિકરાઈથી હંકારી રોડની પહેલી ટ્રેક ઊપર લઈ આવી પંકજભાઈની બાઈકને સાઈડમાં અથડાવી દઈ અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં પંકજભાઈનાં માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેમજ આ અકસ્માતમાં પાછળ બેસેલ તુષાલભાઈ સંજયભાઈ ચોપરા (રહે.શંકરનગર સોસાયટી, વરાછા, સુરત)ને પગમાં ઈજા પહોંચી હતી. બનાવ અંગે દર્શનાબેનએ અજાણ્યા ટ્રકનાં ચાલક સામે ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500