ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના જોગથા ગામનો મુળ વતની મજુર યુવાન સુનિલ સેન્તીયાભાઈ પવાર (ઉ.વ.૨૭) હાલમા મજુરી કામ અર્થે બારડોલી તાલુકાના સેજવાડ ગામની નહેરની બાજુમા પડાવ નાખીને રહેતા હતો. આ યુવાન સેજવાડ ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા મુખ્ય નહેરમા હાલમા વહી રહેલા ધસમસતા પાણીમા નાહવા પડયો હતો. પાણીમા નાહતા નાહતા નહેરની સામે પાર જવા માટે ડુબકી મારી રહ્યો તે દરમિયાન નહેરના ઊંડા પાણીમા તણાઈને ડુબી જતા મોતને ભેટ્યો હતો. ઘટના અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application