વલસાડનાં યુવકે શરત જીતવાની લ્હાયમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વલસાડનો પ્રકાશ પટેલ નામનો યુવક પોતાના 12 જેટલા મિત્રો સાથે દમણ ખાતે આવેલા ફાર્મ હાઉસમાં પાર્ટી કરવા ગયો હતો. જ્યાં મિત્રો વચ્ચે શરત લાગી હતી કે, કોણ વધુ સમય સુધી પાણીમાં શ્વાસ રોકી શકે છે. લાંબા સમય સુધી યુવક બહાર ન આવતા અન્ય મિત્રોએ તેણે બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જોકે આ ઘટનાના સી.સી.ટી.વી. ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડનો યુવક પ્રકાશ પટેલ તારીખ 1 નારોજ પોતાના મિત્રો સાથે દમણ ફરવા ગયો હતો. દમણમાં આવેલા ફાર્મ હાઉસમાં રોકાયા હતા. જ્યાં ત્રણ મિત્રો વચ્ચે શરત લાગી હતી કે, સ્વિમિંગ પુલમાં કોણ વધુ સમય સુધી શ્વાસ રોકીને ડૂબકી લગાવી શકે છે.
ત્યારે લાંબા સમય સુધી પ્રકાશ પટેલ નામનો યુવક બહાર ન આવતાં મિત્રોએ તેને બહાર કાઢી હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં હાજર તબીબોની ટીમે યુવકને મૃત જાહેર કર્યો હતો. જોકે આ ઘટનાના સી.સી.ટી.વી. ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં મિત્રો સ્વિમિંગ પૂલમાં ન્હાતા જોવા મળે છે. આ દરમિયાન યુવક અચાનક ડૂબી જાય છે અને તેના મિત્રો તેને બહાર કાઢીને સી.પી.આર. આપવાની કોશિશ કરતા પહેલા જ યુવકનું મોત નિપજ્યું હતું. ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500