તાપી જિલ્લાનાં શાળાઓમાં કોઈ ચોક્કસ ધર્મને લઈને ધાર્મિક પ્રવૃત્તિઓ ન થાય તે માટે કોઈ ચોક્કસ ધર્મ આધારિત પ્રાર્થના, સ્તુતી ગીત ગાવા પર પ્રતિબંધ મુકતો આદેશ જિલ્લા કલેકટરે કર્યો છે. તાપી જિલ્લામાં શાળાઓમાં વટાળ પ્રવૃત્તિ ચાલતી હોવાના આક્ષેપ થઈ રહ્યા હોય તેમજ વિવિધ માધ્યમો દ્વારા કેટલાંક કિસ્સા બહાર આવી રહ્યા છે.
જેથી તાપી જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પરિપત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શાળાઓમાં કોઈ ચોક્કસ ધર્મ આધારિત પ્રાર્થના, સ્તુતિ-ગીતો, ધાર્મિક જ્ઞાન-ઉપદેશ આપવાની પ્રવૃત્તિ, ચોક્કસ ધર્મના પ્રચાર માટે ધાર્મિક પુસ્તકોના વાંચન જેવી પ્રવૃત્તિઓ ન કરવી, શાળા પરિસચમાં કે આસપાસ શાળાનાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં કે તેઓની શાળાકીય પ્રવૃત્તિમાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ ઉભો થાય તે પ્રકારની કોઈ ગેરકાયદેસર ધાર્મિક પ્રવૃત્તિઓ, સંકુલમાં અનધિકૃત ધાર્મિક સ્થાનકોનું બાંધકામ ન થાય તે જોવું, શાળામાં ખાસ ધર્મને લગતી પ્રતિકૃતિ, ચિન્હો, છબીઓ લગાડવામાં ન આવે તેની તકેદારી રાખવા સુચન કર્યા છે. તેમજ શાળા પરિસરમાં સામાજીક સદભાવના જળવાઈ રહે તેવા પગલા લેવા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500