Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડપારડીનાં બરૂડીયાવાડમાં રહેતા યુવકે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • December 08, 2024 

વલસાડ શહેરનાં વલસાડપારડી બરૂડીયાવાડ વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષીય યુવાને કોઈક કારણસર ગળે ફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધું હતું. બનાવ અંગે લસાડ સિટી પોલીસ મથકમાં નોંધાઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડપારડીના બરૂડીયાવાડ વિસ્તારમાં રહેતા લક્ષ્મીબેન મહેશભાઈ માંગી વાપીના ચણોદ ગ્રામ પંચાયતમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે તેઓ નોકરી પર ગયા હતા.


તે સમયે તેમનો ૩૦ વર્ષનો પુત્ર સંજય ઘરમાં સૂતો હતો લક્ષમીબેન ઘરે પરત આવ્યા હતા અને ઘરના આગળના દરવાજાને ખોલવાનો પ્રયાસ કર્યો હતો લક્ષ્મીબેનએ ઘરમાં સુઈ રહેલ પુત્ર સંજયને દરવાજો ખોલવા કહ્યું હતું. સંજયે દરવાજો નહિ ખોલતા લક્ષમીબેનએ તેમના ઘરના પાછળના દરવાજાને ધક્કો મારી, ઘરમાં પ્રવેશ કર્યો હતો. તેમનો પુત્ર સંજય નાયલોનની દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં નજરે પડતા, લક્ષમીબેનના પગ નીચેની જમીન સરકી ગઈ હતી. જોકે લક્ષમીબેને બૂમાબૂમ કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા. જે બાબતની જાણ વલસાડ ૧૦૮ એમ્બયુલન્સને કરાતા, ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફરજ પરના ઈ. એમ.ટીએ સંજયને સારવાર મળે તે પેહલા મૃત જાહેર કર્યો હતો. જે બાબતે લક્ષમીબેને વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે અકસ્માત મોત મુજબ પુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application