ઓલપાડનાં એક ફાર્મ હાઉસમાં લીમડાનાં ઝાડ ઉપર અજાણ્યા યુવકની ફાંસો ખાધેલી લાશ લટકતી હાલતમાં મળી હતી. મૂળ ઉત્તરપ્રદેશ રાજ્યનો વતની ભૂપેન્દ્રસિંગ પરમાત્માસિંગ પરમાર હાલમાં ઓલપાડ ગામની સીમમાં જનન પેરાડાઈસ સિટી ફાર્મહાઉસમાં રહી ત્યાં નોકરી કરે છે. ભૂપેન્દ્રસિંગે ગત તારીખ ૨૦નાં રોજ મોડી સાંજે ફાર્મ હાઉસમાં પીપળાના ઝાડ ઉપર એક અજાણ્યા યુવકની ફાંસો ખાધેલી હાલતમાં લાશ લટકતી લાશ જોઈ હતી. તેણે ફાર્મહાઉસના માલિકને જાણ કરતાં માલિકે ઓલપાડ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી ઘટના સ્થળે પહોંચેલી પોલીસે યુવકની લાશનો કબજો લઈ તપાસ કરતાં તેની ઉંમર આશરે ૨૦થી ૨૫ વર્ષની જણાઈ હતી. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતકની લાશનું ઓલપાડ ખાતેની સરકારી હોસ્પિટલમાં પીએમ કરાવી તેની ઓળખ કરવા વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application