મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડમાં ઈલેક્ટ્રોનિકની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકને અજાણ્યા ઈસમે ઈન્વેસ્ટમેન્ટ કરી સારું રીફંડ મળશે તેવી લાલચ આપી તેના યુવક પાસેથી અલગ અલગ UPI ID દ્વારા કૂલ ૧,૧૯,૪૬૦/- રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવતાં પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વાલોડના કસ્બા ફળીયામાં રહેતો મોહમ્મદઉમર અબ્દુલરઝાક શેખ (ઉ.વ.૨૦)ને એક મોબાઈલ નંબર 7410710693 ઉપરથી પલ્વી ઝા નામથી મેસેજમાં વાત કરનાર તથા ટેલીગ્રામ ID-@La_tika_624378 તેમજ @chandra7843 ઉપરથી વાત કરનાર કોઇ અજાણ્યો ઇસમે કોઇનસ્ટોર ઉપર BTCનાં કોઇન ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરવાથી રૂપિયા ૧૦૦૦/- ઇન્વેસ્ટ કરશો તો રૂપિયા ૧,૪૨૦/- રીફંડ મળશે તેવી ઓફર આપી હતી જેથી મોહમ્મદઉમર અબ્દુલરઝાક શેખ સાથે વોટસએપ ઉપર તથા ટેલીગ્રામ ઉપર ચેટીંગ કરી વિશ્વાસમાં લઇ લીધો હતો.
ત્યારબાદ તારીખ ૧૪/૦૧/૨૦૨૫થી તારીખ ૧૬/૦૧/૨૦૨૫ નારોજ બે દિવસ દરમિયાન અલગ-અલગ UPI IDમાં કુલ રૂપિયા 1,19,460/- ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ પૈસા રીફંડ નહિ મળતા અને પોતાની સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ થયું હોવાનું સમજાયું હતું. બનાવ અંગે મોહમ્મદઉમર અબ્દુલરઝાક શેખએ વાલોડ પોલીસ મથકે ૦૪/૦૩/૨૦૨૫ નારોજ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500