રાજ્યમાં ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરી ઘાતક બની રહી છે. સુરતમાં વધુ એક પતંગની દોરીથી કપાતા ગળું કપાયું હોવાની ઘટના સામે આવી છે. જયારે તારીખ ૨જી ડિસેમ્બરે શહેરનાં ઓલપાડનાં કીમ ગામનાં રેલવે ઓવર બ્રિજ પર પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું હતું.
મળતી માહિતી અનુસાર, સુરતનાં ઓલપાડનાં કીમ ગામના રેલવે ઓવરબ્રિજ પરથી 37 વર્ષીય શૈલેષ વસાવા પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પતંગની દોરીથી તેમનું ગળું કપાયું હતું. પરંતુ હોસ્પિટલમાં સારવારમાં લઈ જતી વેળાએ રસ્તામાં જ મૃત્યુ નિપજ્યું હતું. સુરત પોલીસે ઉત્તરાયણને લગતું એક જાહેરનામું જાહેર કર્યું છે. જેમાં આગામી 16મી જાન્યુઆરી સુધીમાં સુરતમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક વ્યક્તિના મોત પછી જાહેરનામું જાહેર કરાયું હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે તહેવારમાં ઉશ્કેરણીજનક લખાણ અને મોટા અવાજે સ્પીકર વગાડવા રોક લગાવી દીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application