નવસારી જિલ્લાનાં ગણદેવી તાલુકાનાં વેગામથી માણેકપોર ગામે જતા રસ્તા પર માણેકપોર બોરીયા પુલ પાસે નશીલપોર ગામના યુવાનની બાઈક સ્લીપ થઈ જતાં ઘટના સ્થળે કરૂણ મોત નિપજયુ હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવસારી નજીક બારડોલી રોડ પર આવેલા નશીલપોર ગામે કોળીવાડ ખાતે રહેતા રિંકુલ નટુભાઈ પટેલ (ઉ.વ.28) ખેતી કામ કરતો હતો. રિંકૂલ પટેલ ગઈકાલે પોતાની કેટીએમ બાઈક પર પોતાની ફોઈના ઘરે ગણદેવીના એંધલ ગામે જવાનું કહીને નીકળ્યો હતો. દરમિયાન રિંકુલે ગણદેવીના વેગામથી માણેકપોર ગામે જતા રસ્તા પર બોરીયા પુલ પાસે પોતાની બાઈક પુરઝડપે હંકારી લાવતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થઈ જતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સાથે રસ્તા પર ફંગોળાઇ જતા રીંકુલને શરીરે માથાના ભાગે તથા હાથમાં ફેક્ચર થતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ કરૂણ મોત નિપજયુ હતું. બનાવ અંગે ગણદેવી પોલીસમાં અકસ્માત અંગે મારનાર રિંકુલ પટેલના નાનાભાઈ ચિંતન નટુભાઈ પટેલે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ PSI કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application