સુરત જિલ્લાનાં કીમ ખાતે જીઆરડી ગાર્ડની નોકરી કરતા ૨૮ વર્ષીય યુવકે માતાની નજીવી બાબતે ખોટું લાગતાં એસિડ પી આત્મહત્યા કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કીમ ખાતે રહેતા અને કીમ પોલીસ મથકે જીઆરડી તરીકે ફરજ બજાવતા ૨૮ વર્ષીય યોગેન્દ્ર રમણભાઇ ચૌધરીની માતાએ ઘર ખર્ચનાં પૈસા બાબતે કંઈક કહ્યું હતું. જેથી યોગેન્દ્રને ખોટું લાગી આવતા એસિડ પી લીધું હતું. જેની પરિવારજનોને જાણ થતા યોગેન્દ્રને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરનાં ડોક્ટરોએ યોગેન્દ્રને મૃત ઘોષિત કર્યો હતો. બનાવ અંગે કીમ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application