નવસારીના જલાલપોર તાલુકાના મંદિર ગામના બંધીયા ફળિયામાં રહેતા યુવકે કોઈ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી મુજબ, ગણેશભાઈ રાજેશભાઈ હળપતિ (ઉ.વ.૨૩., રહે.બંધીયા ફળિયા, મંદિરગામ, જલાલપોર)એ ગત તારીખ ૨૩મી નારોજ સવારે ઘરેથી નીકળ્યા બાદ ઘરની પાછળ આવેલી ચીકુવાડીમાં પહોંચી જઈ દોરી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. નવસારીમાં નોકરી કરતા યુવક ગણેશે કયા કારણસર આપઘાત કર્યો તે જાણી શકાયું નથી. બનાવ અંગે જલાલપોર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application