મહુવા તાલુકાનાં નળધરા ગામે વાણીયાવાડ ફળીયામા રહેતી ૧૭ વર્ષીય તરૂણીએ ઘરે મેલેરીયાની એકસાથે ૩૦ જેટલી ગોળીઓ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તાત્કાલિક બારડોલીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી પ્રયાસ કર્યો હતો. મળતી વિગતો પ્રમાણે મહુવા તાલુકાના નળધરા ગામે વાણીયાવાડ ફળીયામાં રહેતી ૧૭ વર્ષની તરૂણીએ કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરમા જ ગત તારીખ પએ આપઘાત કરવાના ઈરાદે મલેરિયા રોગની સારવાર માટે વપરાતી એક સાથે ૩૦ જેટલી ગોળીઓ પી ગઈ હતી. એક સાથે ૩૦ જેટલી મલેરીયાની ગોળીઓ પી જતા યુવતિને પરીવાર જનો દ્વારા તાત્કાલિક બારડોલી સારવાર માટે લવાઈ હતી. જ્યાં તેને આઈ.સી.યુ.વોર્ડમા દાખલ કરવામા આવી હતી. ચાલી રહેલી સારવાર દરમિયાન ફરજ પરના તબીબએ આ તરૂણીને મૃત જાહેર કરી હતી. પોલીસે અકસ્માત મોતની નોંધ લઈ મૃતક તરૂણીના આપઘાત પાછળનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application