સિંહ જૈવિક, સાંસ્કૃતિક, પ્રતિક સ્વરૂપે, ધાર્મિક તેમજ આર્થિક રીતે અલગ-અલગ અને આગવુ મહત્વ ધરાવતું પ્રાણી છે. એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનીક લોકોનું ખુબ જ મોટુ યોગદાન સામેલ છે. વર્ષ 2016 થી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
10 ઓગસ્ટ એટલે કે,વિશ્વ સિંહ દિવસ આજરોજ પ્રથમવાર તાપી જિલ્લાના સોનગઢ,વ્યારા અને વાલોડમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં નાના નાના બાળકોને સિંહના મુખૂટા વેચીને અને સિંહ વિશે પ્રાથમિક જાણકારી આપી વિશ્વ સિંહ દિવસની ઉજવણી સોનગઢ આરએફઓ નગરપાલિકા તથા સોનગઢ રેસ્ક્યુ ટીમ દ્વારા કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500