નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત તાપી જિલ્લાનાં ડોલવણ ગામમાં “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ-૨૦૦૩”(COTPA-2003) અંતર્ગત તાલુકા આરોગ્ય કચેરી, ડોલવણ દ્વારા ટાસ્કફોર્સની કામગીરી કરવામાં આવી આવી હતી. જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય વિભાગ-તાપીનાં કર્મચારી અને જિજ્ઞાસા ચૌધરી અને તાલુકા આરોગ્ય કચેરી-ડોલવણના, તાલુકા સુપરવાઈઝર, PHC ઘાણીનાં MPHS અને ડોલવણનાં MPHW જોડાયા હતા. ટાસ્કફોર્સની કામગીરી દરમિયાન ટીમ દ્વારા ડોલવણ ખાતે તમાકુની બનાવટો વેચતા ૩૪ જેટલા દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાંથી કલમ-૫ નો ભંગ કરતા દુકાનદારો પાસેથી તમાકુની જાહેરાતનાં બોર્ડ ઉતારાવવામાં આવ્યા હતા અને ફ્ક્ત ૪ જેટલા દુકાનદારોને COTPA-2003નાં કલમ ૬-અનાં ભંગ બદલ કુલ રૂ.૬૫૦નો દંડ સ્થળ પર કરવામાં આવ્યો હતો.
બાકીના ૩૦ જેટલા દુકાનદારો તમાકુ નિયંત્રણ ધારા-૨૦૦૩નું પાલન કરતા જોવા મળ્યા હતા. ટાસ્કફોર્સ ટીમ દ્વારા જાહેરમાં ધુમ્રપાન કરવા તથા તમાકુ ખાઇને થુંકવા પર પ્રતિબંધની કલમ ૪ અને પ્રત્યક્ષ કે પરોક્ષ જાહેરાત ના કરી શકાય–કલમ-૫, કાયદા મુજબ નિયત નમુનાના બોર્ડ લગાવવાની કલમ ૬-અ, તેમજ કલમ-૬-બ હેઠળ શૈક્ષણિક સંસ્થાના ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુની બનાવટ વેચવા પર પ્રતિબંધ તથા તમાકુની તમામ બનાવટોના પેકેટની બંને તરફ ૮૫ ટકા ભાગમાં ચિત્રાત્મક આરોગ્ય ચેતવણી ઉપરાંત બીડી-સિગારેટનાં છૂટક વેચાણ ઉપર પ્રતિબંધની કલમ-૭ વિશે તમાકુની બનાવટો વેચતા દુકાનદારોને સમજ આપવામાં આવી હતી. તાલુકા આરોગ્ય કચેરી દ્વારા તમાકુ નિયંત્રણ ધારા બાબતે ડોલવણ ચાર રસ્તા પર કડક સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ-૨૦૦૩ની કામગીરી ખુબ સારી રીતે કરવામાં આવી રહી છે. આ સાથે ખૂલ્લી જગ્યામાં વેચાતા ખાધ્ય પદાર્થો વેચતા દુકાનદારોને સ્વચ્છતા અને વેચવા માટેના ખાધ્ય પદાર્થોની જાળવણી બાબતે સૂચના આપવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500