વ્યારા નગરનાં જુના બસ સ્ટેન્ડ પાસેથી મહારાષ્ટ્રની એક મહિલાને ગૌમાંસ સાથે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હતી. ગત તારીખ ૨૯નાં રોજ પોલીસે શરપી પીરૂ શેખ (ઉ.વ.૬૫., રહે.કાલી મસ્જીદ,કાલુભાઇના ઝુપડીમાં,નંદુરબાર) નામની એક મહિલાને વ્યારા જુના બસ સ્ટેન્ડ પાસે હોય જેની પાસેની કાપડની થેલીમાં શંકાના આધારે તપાસ કરતા જેમાંથી ગૌમાંસ મળી આવ્યું હતું. આમ, મહિલા પાસેની બે થેલીઓ પૈકી એક સફેદ કાપડની થેલીમાં આશરે ૧૫ કિલો ગૌમાંસ તથા એક મીણીયાની થેલીમાં આશરે ૫ કિલો ગૌમાંસ મળી આવ્યું હતું. બનાવ અંગે હિન્દુ ધર્મની લાગણી દુભાઈ તેવું કૃત્ય કરી ગુનો કરનાર મહિલા સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application