Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડનાં બાજીપુરા ગામે અકસ્માતમાં મહિલાનું મોત, કાર ચાલક સામે ગુનો નોંધાયો

  • February 17, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : વાલોડનાં બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતો વ્યારાથી બારડોલી તરફ જતા નેશનલ હાઈવે નંબર-53 ઉપર આવેલ સુમુલ ડેરી બ્રીજ ઉપર બુધવારનાં રોજ મોડી સાંજે નિશાન ટેરેનો ફોર વ્હીલ કાર નંબર GJ/05/JM/0777નાં ચાલકે પોતાના કબ્જાની કાર પુરઝડપે અને ગફલતભારી રીતે હંકારી લાવી અલ્તાફહુસેન બંદેહસન શાહ (ઉ.વ.56, રહે.1/1432 કાદર શાહની નાળ, અમીનાવાડી નાનપુરા, સુરત)નાં કબ્જાની એક્સેસ મોપેડ બાઈક નંબર GJ/05/MB/4192ને પાછળ ટક્કર મારી અલ્તાફહુસેન તથા એક્સેસ મોપેડનાં પાછની શીટ ઉપર બેસેલ તેમની પત્નિ સાયરાબીબી (ઉ.વ.52) સાથે રોડ ઉપર પટકાયા હતા.






જોકે આ અકસ્માતમાં અલ્તાફહુસેન મોઢાનાં તથા શરીરનાં ભાગે ઓછી વત્તી ઇજાઓ તથા જમણા હાથનાં ભાગે ફેક્ચર ઇજા પહોંચી હતી જયારે કારનો ચાલક કાર સ્થળ ઉપર મૂકી ભાગી છૂટ્યો હતો. તેમજ અલ્તાફહુસેનની પત્નિ સાયરાબીબીને માથાનાં ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોંચતા સાયરાબીબીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે અલ્તાફહુસેન શાહની ફરિયાદનાં આધારે વાલોડ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application