મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં ચીખલદા ગામનાં હનુમાન ફળીયામાંથી પસાર થતાં સ્ટેટ હાઈવે પર બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં એક મહિલાનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારાનાં ચીખલદા ગામનાં હનુમાન ફળિયામાં રહેતા દેવજીભાઈ સિંગાભાઈ ગામીત તેમના કબ્જાની બાઈક નંબર જીજે/૨૬/એસી/૩૨૮૬ પર તેમની પત્ની બબીતાબેન દેવજીભાઈ ગામીત સાથે તારીખ ૩૧/૧૧/૨૦૨૪નાં રોજ ચીખલદા ગામના ભાઠી ફળીયામાં તાડપત્રી આપવા જતા હતા. તે સમયે યાહામા એફઝેડ બાઈક નંબર જીજે/૨૬/એસ/૨૨૯૫નાં ચાલક વનરાજભાઈ ભીખુભાઇ કોંકણી (રહે.આમણીયા ગામ, બંગલી ફળીયુ, ડોલવણ)એ પોતાની કબ્જાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રહ્યો હતો.
તે દરમિયાન દેવજીભાઈની બાઈકને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં પત્ની દેવજીભાઈની પત્ની બબીતાબેનને માથાનાં ભાગે ગંભીર ઇજા અને ડાબા પગનાં ભાગે ઘુંટણનાં ભાગે ફેકચર તથા જમણા પગે પજાનાં ભાગે ફેકચર થતાં સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. જયારે વનરાજભાઈની બાઈકની પાછળ બેસેલને પણ નાની-મોટી ઇજા પહોંચી હતી. બનાવ અંગે દેવજીભાઈ ગામીત નાંએ વ્યારા પોલીસ મથકે વનરાજભાઈ કોંકણી વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
April 03, 2025જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
April 03, 2025ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો
April 03, 2025