સંસદનું શિયાળુ સત્ર તારીખ ૨૫ નવેમ્બરે શરૂ થશે અને તારીખ ૨૦ ડિસેમ્બર સુધી ચાલશે તેમ સત્તાવાર જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં પરિણામનાં બે દિવસ પછી શિયાળુ સત્ર શરૂ થશે. સંસદીય બાબતોનાં પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, સંસદના બંને ગૃહોનાં શિયાળુ સત્ર અંગે સરકારના પ્રસ્તાવને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ મંજૂરી આપી છે. રિજિજુએ વધુમાં જણાવ્યું હતું કે બંધારણ અંગીકાર કરવાની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી ૨૬ નવેમ્બરે સંવિધાન સદન (જૂના સંસદ ભવન)નાં સેન્ટ્રલ હોલમાં મનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ બંધારણ અંગીકાર કરવામાં આવ્યો હતો અને ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦નાં રોજ બંધારણનો અમલમાં મૂકવામાં આવ્યો હતો. ૨૦૧૫માં બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૨૫મી જંયતિ નિમિત્તે સરકારે ૨૬ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. શિયાળુ સત્રમાં વકફ (એમેન્ડમેન્ટ) બિલ, ૨૦૨૪ અને વન નેશન, વન ઇલેક્શન જેવા મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવો અંગે ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application