Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બેડકુવા ચાર રસ્તા ખાતેથી ચોરીની બાઈક સાથે વોન્ટેડ આરોપી પકડાયો

  • April 17, 2025 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં વાલોડ અને સોનગઢ પોલીસ સ્ટેશનમાં ધાડનાં ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને કાકરાપાર બેડકુવા ચાર રસ્તા ખાતેથી ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાનાં વાલોડ તેમજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાડ/લુંટના બનાવો બનેલ હોય જે ગુન્હાનાં કામે વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા સુચના આપતા તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો તાપી પોલીસ સ્ટાફનાં માણસોઓએ ખાનગી બાતમીદારો રોકેલ હતા જેનાં આધારે મળેલ સંયુકત બાતમીનાં આધારે કાકરાપાર બેડકુવા ચાર રસ્તા ખાતેથી વાલોડ પોલીસ સ્ટેશન અને સોનગઢ પોલીસ મથકે નોંધાયેલ ધાડનાં ગુન્હાનો નાસતો કરતો વોન્ટેડ આરોપી રાકેશ ઉર્ફે સુનીલ મનહરભાઇ વસાવા (રહે.બાયડીયા કોલોની, તા.વાલીયા જિ.ભરૂચ)નાને પકડી પાડ્યો હતો.


ત્યારબાદ પકડાયેલ આરોપીનાં કબ્જામાંથી રોકડા રૂપિયા ૧,૫૦૦/- તથા ઓરેન્જ કલરની K.T.M.250 DUKE બાઈક નંબર GJ/16/DL/60810 જેની કિંમત રૂપિયા ૭૦,000/- અને એક મેટાલીક કલરનો વન પ્લસ મોબાઇલ ફોન જેની કિંમત રૂપિયા ૫,૦૦૦/- મળી કૂલ રૂપિયા ૭૬,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્યારબાદ આરોપીની વધુ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આજથી આશરે છ મહિના પહેલા આરોપી રાકેશ ઉર્ફે સુનીલ તથા દિપક દિનેશભાઇ વસાવા (રહે.રામપરા ગામ, નિશાળ ફળીયુ, તા.વાલીયા, જિ.ભરૂચ) તથા કિરણ ઉર્ફે કિરીયો મંગાભાઇ વસાવા (રહે.ખરેડાપાટ ગામ, ભરવાડ ફળીયુ, તા.માંગરોળ, જિ.સુરત) તેમજ જયદીપ જીતેન્દ્રભાઇ ચૌધરી (રહે.ઉમરસાડી ગામ, તા.માંડવી, જિ.સુરત)નાઓ સાથે મળી વ્યારા સરૈયા ગામેથી એક ઘરનાં આગળનાં ભાગે રાત્રીનાં સમયે એક યુનિકોર્ન બાઈક પાર્ક કરી હતી જેની ચોરી કરી હતી ત્યારબાદ બાઈકમાં દિપક દિનેશભાઈ વસાવાએ નંબર પ્લેટ કાઢીને વાપરી રહ્યો છે. જોકે પોલીસે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે ખાત્રી કરતા વ્યારા પોલીસ મથકે ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૧૨૪૧૯૪૮/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબનો ગુનો રજીસ્ટર થયેલ હતો. આમ, પકડાયેલ આરોપીની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી માટે કાકરાપાર પોલીસ મથકે સોપવામાં આવ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application