મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં વાલોડ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરી અંગેનો ગુન્હો નોંધવામાં આવેલ હતો જેના આરોપીને તારીખ ૧૯/૧૦/૨૦૨૪નાં રોજ બુહારી માર્કેટ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો માણસોએ ખાનગી બાતમીદારો રોકી તેમજ ટેક્નીકલ સર્વેલન્સ આધારે તપાસ ચાલુ હતી. તે દરમિયાન એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ બારીયા તથા અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ નાઓને સયંકત્ત રીતે બાતમી મળી હતી કે, વાલોડ પોલીસ સ્ટેશનમાં ભાવનાબેન ભગુભાઇ હળપતી (રહે.બુહારી ગામ, બોરડી ફળિયું, તા.વાલોડ,જી.તાપી) નાઓનો વિવો કંપની Y20 મોબાઇલ ફોન કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
જે ફોન બુહારીમાં રહેતો વસીમ અજીમ પઠાણ નામનો ઇસમ વાપરતો હોય જે હાલ બુહારી માર્કેટ પાસે હોવાની બાતમી મળતા પોલીસ સ્ટાફે બુહારી માર્કેટ ખાતે તપાસ કરતા ઉપરોક્ત સીમકાર્ડ ધારક આરોપી વસીમ અજીમ પઠાણ (ઉ.વ.૨૨., રહે.બુહારી ગામ, રહિમનગર તા.વાલોડ, જી.તાપી)નાઓ પાસેથી એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો જોકે આ મોબાઇલ ફોન બાબતે પુછપરછ કરતા અને મોબાઇલ ફોનના માલિકીના આધાર પુરાવ/બીલની માંગણી કરતા તેની પાસે કોઇ બીલ કે કોઇ આધાર પુરાવા નહિ હોવાનું જણાવ્યું હતું. જેથી આ મોબાઇલ તેણે ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાય આવતા તેમજ મોબાઇલ ફોનની કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- હતી જે કર્યો હતો. આમ, ઝડપાયેલ આરોપીને આગળની વધુ કાર્યવાહી માટે વાલોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500