Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાજીપુરા સુમુલડેરી પાસેથી એકસીડન્ટનાં ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો

  • October 09, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં વાલોડ પોલીસ સ્ટેશનમાં એકસીડન્ટનાં ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને બાજીપુરા સુમુલડેરી પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૦૮/૧૦/૨૦૨૪નાં રોજ વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન અ.હે.કો. ધર્મેશભાઈ મગનભાઈ તથા અ.પો.કો. રોનકકુમાર સ્ટીવનભાઈ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે, બાજીપુરા સુમુલડેરી પાસેથી વાલોડ પોલીસ સ્ટેશનમાં એકસીડન્ટનાં ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી શ્રવણકુમાર સુરતારામ બિશ્નોઈ (મૂળ રહે.રાલવી નાડી, બિશ્નોઈ ની ઢાણી, તા.ગુડામાલાણી, જિ.બાડમેર, રાજસ્થાન)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application