લાજપોર મધ્યસ્થ જેલમાંથી વચગાળાની રજા ઉપરથી જમ્પ કરી નાસી ગયેલ આરોપીને સુરત જિલ્લા એસ.ઓ.જી. અને પેરોલ ફર્લોની ટીમે મુંબઈથી ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એસ.ઓ.જી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કામરેજ પોલીસ સ્ટેશનમાં બનાવટી ચલણી નોટના ગુન્હાનો આરોપી વિકાસ પરમચંદ જૈન (રહે.ડિમાલ્યા કોમ્પ્લેક્સ, હરિસર ફ્લેટ, એનએલ હિમાલિયા, મુંબઈ)ને લાજપોર મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો હતો. જે ફરી જેલમાં હાજર નહીં થઈ ફરાર થઈ ગયો છે અને મુંબઈમાં હોવાનું રહેતો હોવાની જાણ થઈ હતી. આથી પોલીસે મુંબઈ ખાતે તપાસ કરી વિકાસને ઝડપી પાડ્યો હતો અને લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application