Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ માંથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી જીલ્લા એલસીબી પોલીસ

  • October 08, 2020 

ડોલવણ પોલીસ મથકે દાખલ થયેલ દારૂના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને સોનગઢના ઓટા ચાર રસ્તા પાસેથી તાપી જીલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ ઝડપી પાડ્યો છે.

 

લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ ડી.એસ.લાડ ની સુચના ના આધારે

લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ ડી.એસ.લાડની સુચના ના આધારે તાપી જીલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો એએસઆઇ ભુપેન્દ્રભાઈ યશવંતરાવ તથા હેડકોન્સ્ટેબલ લેબજીભાઇ પરબતજીભા, અનીલભાઇ રામચંદ્ર ખાનગી વાહનોમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશનના વિસ્તાર પેટ્રોલિંગમાં હતાં.

 

હેડકોન્સ્ટેબલ લેબજીભાઇ પરબતજીભાઇને મળેલ બાતમીના આધારે

તે દરમિયાન હેડકોન્સ્ટેબલ લેબજીભાઇ પરબતજીભાઇને મળેલ બાતમીના આધારે ડોલવણ પોલીસ મથકે દાખલ થયેલ દારૂના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી અશ્વિન ગોરજુ માવચી રહે, ખેખડા,કોકણીપાડા ફળિયું તા.નવાપુર જી.નંદુરબાર-મહારાષ્ટ્ર  ને સોનગઢના ઓટા ચાર રસ્તા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પૂછ પરછ હાથ ધરતા ડોલવણ પોલીસ મથકે દાખલ થયેલ દારૂના ગુનાની કબુલાત કરી હતી. હાલ પકડાયેલા આરોપીની CRPC 41 (1) આઇ મુજબ અટક કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application