Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા પ્રાંત અધિકારીનાં અધ્યક્ષ સ્થાને આઇ.સી.ડી.એસ. વિભાગની બ્લોક મોનિટરીંગ અને રિવ્યુ કમિટીની બેઠક યોજાઇ

  • February 23, 2023 

સોનગઢ મામલતદાર કચેરી ખાતે સોનગઢ તાલુકા આઇ.સી.ડી.એસ. વિભાગના બ્લોક મોનિટરીંગ અને રિવ્યુ કમિટીની મિટીંગ(BLMRC)નું આયોજન વ્યારા પ્રાંત અધિકારીશ્રી આર.સી. પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. અધ્યક્ષસ્થાનેથી તમામ રિવ્યુ કમિટીના સભ્યોની હાજરીમાં આઇ.સી.ડી.એસ. વિભાગની વિવિધ યોજનાઓનો રિવ્યુ કરવામાં આવ્યો હતો. જેમા ખાસ કરીને દુધ સંજીવની યોજના, પોષણ સુધા યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના તેમજ બાળકોને આપવામાં આવતુ દૈનિક પોષણ સંબંધી કામગીરીનો તમામ સુપરવાઇઝર અને સીડીપીઓ સહિતના સ્ટાફનો રિવ્યુ કરવામાં આવ્યો હતો.








આ ઉપરાંત જરૂરી મુદ્દાઓ જેવાકે બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે કઇ કઇ બાબતો પર વર્કર અને સુપરવાઇઝર બહેનોએ ભાર આપવુ જોઇએ. જેમાં જરૂરી ફિલ્ડ વિઝિટ, વારંવાર ગૃહ મુલાકાત, નિયમિત અને સમયસર નાસ્તો અને વજન વગેરે સહિત આંગણવાડીના મકાન બાબતો અંગે તથા તેના બાંધકામ બાબતમાં પ્રાંત અધિકારીશ્રી પટેલે જરૂરી માર્ગદર્શન આવ્યુ હતુ. આ સાથે તેમના દ્વારા વિભાગો વચ્ચેની આંતરીક સમસ્યાઓનો પણ મિટીંગમાં જ ઉકેલ લાવવામાં આવ્યો હતો.





આમ યોજાયેલ આ મિટીંગ બાળકોના સફળ તંદુરસ્ત જીવન અને વિવિધ યોજનાકીય સફળતાને પહોચી વળવાના મંત્ર સાથે સફળતાપુર્વક બેઠક પુર્ણ થઇ હતી. આ બેઠકમાં મોનિટરીંગ કમિટીના સભ્યો, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, કૃષિ વિસ્તરણ અધિકારી, એસ.ઓ R&B શાખા સોનગઢ ઉપરાંત આઇ.સી.ડી.એસ. વિભાગના ઘટક-૧ અને ૨ના સીડીપીઓ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application