Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાનાં સોનગઢ ખાતે વય વંદના નોંધણી કેમ્પ યોજાયો

  • November 29, 2024 

આજરોજ તાપી જિલ્લાના સોનગઢ સાયન્સ કોલેજ ખાતે વન અને પર્યાવરણ ક્લાઇમેન્ટ ચેન્જ,જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આયુષ્યમાન ભારત વય વંદના નોંધણી કેમ્પ યોજાયો હતો. અધ્યક્ષ સ્થાનેથી રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેંદ્રભાઇ મોદીજીએ જ્યારથી શાસન સંભાળ્યુ ત્યારથી દેશના દરિદ્રનારાયણની સેવા કરવાનો સંકલ્પ લીધો છે. મોદીજીએ ગરીબોની ચિંતા કરી અનેક વિધ યોજનાઓ અમલ મુકી છે. ભારત દેશના તમામ નાગરિકોનું કલ્યાણ કરવાનું કાર્ય દેશના વડાપ્રધાને કર્યું છે. આજે બાળકના જન્મથી લઈ અંતિમ સંસ્કાર સુધીની નાગરીકોની જવાબદારી આ દેશના વડાપ્રધાને લીધી છે.


દેશના તમામ વર્ગના નાગરીકોના આરોગ્યની ચિંતા કરી આયુષ્યમાન કાર્ડ યોજના અમલ મુકી છે સમગ્ર ભારત દેશના નાગરિકોને પાંચ લાખ સુધીની સહાય આપી આરોગ્ય માટે અન્ય પાસે હાથ લંબાવા કે દેવુ કરવા માંથી મુક્તી આપી છે. આજે દેશના તમામ વરિષ્ઠ નાગરિકોને વગર પુરાવાએ આયુષ્યમાન ભારત વય વંદના કાર્ડનો લાભ આપવામાં આવી રહ્યો છે. વધુમાં મંત્રીએ જિલ્લા વહિવટી તંત્ર અને આરોગ્ય વિભાગની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતૂં કે કોરોના જેવી મહામારીમાં પોતાના પરિવારની ચિંતા કર્યા વિના તેઓને તમારી સેવા કરી છે. સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન પ્રકિયા હોય કે આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં કે પછી ૭૦ વર્ષ અને તેથી વધુ વયના નાગરિકોને આયુષ્યમાન ભારત વય વંદના કાર્ડની વાત હોય- આ તમામ કેટેગરીમાં આજે આપણો જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ રહ્યો છે.


ત્યારે સૌ નાગરિકોને આયુષ્યમા ભારત અને વય વંદના કાર્ડ બનાવી લેવા મંત્રીએ અનુરોધ કર્યો હતો. ધારાસભ્ય ડો.જયરામભાઇ ગામીતે જણાવ્યું હતું કે તાપી જિલ્લાના આરોગ્ય વિભાગની તમામ પ્રકારની કામગીરી ખુબજ સુંદર રહી છે. ૭૦ વર્ષથી વધુ વયના નાગરિકો માટે આજે આયુષ્યમાન ભારત વય વંદના કાર્ડ કઢાવવા માટે કેમ્પ યોજવામાં આવ્યો છે ત્યારે સૌ નાગરિકોને વય વંદના કાર્ડ કઢાવી લેવા અપિલ કરી હતી. સોનગઢ ખાતે યોજાયલા કેમ્પમાં રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૭૦ વર્ષથી વધુ વયના નાગરિકોને આયુષ્યમાન ભારત વય વંદના કાર્ડનો લાભ એનાયત કરાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application