ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકના કાલીબેલ અને ભેંસકાતરી રેંજમા વન વિભાગની 'ક્લસ્ટર યોજના' અંતર્ગત ખેડૂત લાભાર્થીઓને પતરા, થાંભલા, સ્કૂલના બાળકોને શેક્ષણિક કીટ, કિશાન કીટ, આંબા કલમના લાભાર્થીઓને ટાંકી, પાઇપ, ફેરણા કીટ, મશરૂમ કીટ વગેરેનું વિતરણ કરવામા આવ્યુ હતુ. આ પ્રંસગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ડાંગ જિલ્લાના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમા નાયબ દંડકએ જણાવ્યુ હતુ કે, બહેનો આર્થિક રીતના પગભર બની છે. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસથી બહેનોને સખી મંડળની યોજનાઓનો લાભ મળ્યો છે. પશુપાલન કે મશરૂમ જેવા વ્યવસાયથી બહેનો આર્થિક રીતના પગભર બની છે. જરૂરિયાતમંદ લાભાર્થીઓને યોજનાકીય સહાય આપવા બદલ વન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. નાયબ વન સરક્ષકએ આ પ્રંસગે જણાવ્યુ હતુ કે, વન વિભાગ મુખ્યત્વે વન રક્ષણ ઉપરાંત આનુષગિક પ્રવૃત્તિઓ કરે છે. જેમા EDC યોજના તમેજ ક્લસ્ટર યોજના અંતર્ગત વિવિધ લાભો આપવામા આવે છે.
ઉપસ્થિત ગ્રામજનોને સરકારી યોજનાકીય લાભો લેવા અનુરોધ કર્યો હતો. યોજનાકીય લાભો લઈને પગભર થવા માટે લોકોને અપીલ કરી હતી. ગુજરાતમા સૌ પ્રથમ કાલીબેલ ખાતે FPO બનાવવામા આવેલ છે. જેમા બહેનો સ્વતંત્ર રીતના પોતાનો ધંધો શરૂ શકશે. FPO બહેનોને સરકારી યોજનાકીય સહાય તેમજ આર્થિક રીતના પગભર બનવા માટે વન વિભાગ સહાય કરશે તેમ પણ દિનેશભાઇ રબારીએ જણાવ્યુ હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500